GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વ્યાસ પ્રગતિ મંડળ  દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ અને બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ યોજાશે 

મોરબી જિલ્લામાં વસતા તમામ વ્યાસજ્ઞાતિ પરિવાર જોગ યાદી.

મોરબી વ્યાસ પ્રગતિ મંડળ  દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ અને બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ યોજાશે

મોરબી જિલ્લામાં વસતા તમામ જ્ઞાતિજનોને જણાવવાનું કે, શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા તમામ જ્ઞાતિજનો માટે રક્તદાન તેમજ બ્લડ ગ્રૂપ ચકાસણી માટેના કેમ્પનું આયોજન તા 07/01/2024 ના રોજ સવારે 9 થી 12/30 ધનશ્રી હોસ્પિટલ, શનાલા રોડ, ગુરૂ દત્તાત્રેય મંદિર સામેની શેરી, મોરબી ખાતે કરેલ છે. જેમાં રકતદાન સાથે બ્લડ ગ્રુપ ચકાસણી પણ કરી આપવામાં આવશે.
જેમાં આપણી જ્ઞાતિજનોના બ્લડ ગ્રૂપનું એક લીસ્ટ, યાદી પણ તૈયાર કરવામાં આવશે. જેથી કરીને ક્યારેય પણ કોઇ જ્ઞાતિજનોને બ્લડની જરૂરીયાત ઉભી થાય તો દાતાનો સંપર્ક કરી શકે. અને તાત્કાલીક બ્લડ મેળવી શકે. તો મોરબી જિલ્લામાં વસવાટ કરતા વધુમાવધુ જ્ઞાતિજનોને લાભ લેવા અને જ્ઞાતિહિતના આ કાર્યમાં જોડાવા, સહકાર આપવા શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button