TANKARA:ટંકારાના લતીપર રોડ ઉપર ટ્રેક્ટરી ટ્રોલી પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત

TANKARA:ટંકારાના લતીપર રોડ ઉપર ટ્રેક્ટરી ટ્રોલી પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત
ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પહેલા રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ અકસ્માત સર્જાયો હતો.

ટંકારા ના સરાયા ગામમાં વાડીયે કામ કરતા મૂળ એમપીના વતની રાકેશભાઈ કાનાભાઇ વાસુનીયા અને સરાયા ગામમાં રહેતા સીરાજભાઈ હમીભાઈ વિકીયાણી ગત તા. ૨૧/૦૫ ના રાત્રીના ૮.વાગ્યે હીરો હોન્ડ સ્પ્લેન્ડર રજી. જીજે-૩૬-એજી-૩૬૨૦ લઈને ટંકારા લતીપર રોડ ઉપર જતા હોય ત્યારે બાઇકના ચાલક રાકેશભાઈ વાસુનીયાએ પોતાના હવાલાવાળું બાઈક પુરપાટ ગતિએ તથા ગફલભરી રીતે ચલાવી લતીપર રોડ હીરાપર ગામ પહેલા ટંકારા તરફ રાજવીર કારખાના અને ખોડીયાર માતાજીના મંદીરની વચ્ચે રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટર ટ્રોલી રજી. જીજે-૩૬-એસી-૪૭૬૬ના પાછળના ભાગે ધડાકાભેર અથડાવ્યુ હતું. ત્યારે આ અકસ્માતમાં બાઈક ચાલક રાકેશભાઈ કાનાભાઇ વાસુનીયાનું માથામાં ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું જયારે પાછળ બેઠેલ સિરાજભાઈને પગમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માતના બનાવ અંગે ઈજાગ્રસ્ત સીરાજભાઈ હમીભાઈ વિકીયાણી ઉવ.૩૦ના એ ટંકારા પોલીસ મથકમાં બાઈક ચાલક મૃતક રાકેશ વાસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર અકસ્માતના બનાવ મામલે મૃતક આરોપી સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ ચલાવી છે.









