GUJARATMORBI

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતા રાત્રી સફાઈ કામ માં ચાલતો મોટો ભ્રષ્ટાચાર:કોગ્રેસ

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતા રાત્રી સફાઈ કામ માં ચાલતો મોટો ભ્રષ્ટાચાર.કોગ્રેસ

મોરબી નગરપાલિકા દ્વારા રાત્રી ના સફાઈક કામગીરી ચાલી રહેલ છે તે શહેર ને ગંદકી મુક્ત કરવા નો એક પ્રયાસ કરેલ છે તે સારું છે પરંતુ નગરપાલિકા માં રાત્રી સફાઈ કામ માં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોય તેવી લોક મુખે ચર્ચા ચાલી રહેલ છે રાત્રી ના ચાલતી સફાઈ કામગીરી માં માણસો પૂરા હોતા નથી ખોટી હાજરી પૂરવા માં આવેછે અને વઘુ માણસો* *બતાવવા નો પ્રયાસ કરવા માં આવે છે નગરપાલિકા દ્વારા સવારે સફાઈ કરવા માં આવે છે એજ વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરવા માં આવે છે તે કેટલી વ્યાજબી છે
કચરા ભરવા ના કામ માં રોકાયેલ ડમ્પર પણ રાત્રે મોડું આવે અને કલાકો વઘારે લખે છે એ પણ એકમોટો ભ્રષ્ટાચાર છે રાત્રે સફાઈ કામગીરી કરતા કામદારો ના હાજરી પાસ પણ આપવા માં આવતા નથી સવારે જે પટાવાળા પાલિકા માં કામ કરે છે એજ લોકો રાત્રે સફાઈ કામ કરાવે છે તો આ સું આ એક મોટો ભ્રષ્ટાચાર નથી*?
*આમ મોરબી નગર પાલિકા ના જવાબદાર અઘિકારીઓ આ ચાલતા ભ્રષ્ટાચાર થી અજાણ છે કે તેમની મીઠી નજર નીચે આ બઘું ચાલી રહ્યું છે જો ખરેખર આ બાબત તપાસ કરવા માં આવે તો રાત્રી સફાઈ કામગીરી માં ચાલતો ભ્રષ્ટાચાર બહારઆવશે
નગરપાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર આ બાબતે સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેશે ખરા? કે પછી ચૂંટાયેલા સદસ્ય ની જેમ તેઓ પણ આ કામગીરી માં ચાલતા ભ્રષ્ટાચાર ની ભાગ બટાઈ ના ભાગીદાર છે ? *તેઓ ભાગીદાર છે તેમ માનવા માં આવશે તેમાં કોઈ બેમત નથી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી તેમજ તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની પ્રેસ યાદી જણાવે છે*

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button