MORBIMORBI CITY / TALUKO

ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા વિનામૂલ્યે ૨૦૦ જેટલા વિધ્યાથીઓ ને ફૂલ સ્કેપ ચોપડા વિતરણ !!

ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા વિનામૂલ્યે ૨૦૦ જેટલા વિધ્યાથીઓ ને ફૂલ સ્કેપ ચોપડા વિતરણ !!

જૂન મહિના ની શરૂઆતમાં શૈક્ષણિક ક્ષેત્ર ની શરૂઆત થતી હોય ત્યારે અસહ્ય મોઘવારીના કારણે વાલીઓ પોતાના બાળકો માટે શૈક્ષણિક વસ્તુઓ લેવા માટે ખૂબ જ ચિંતિત હોય છે તેવા સમયમાં ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા અનુસુચિત જાતિ ના બાળકો માટે વિનામુલ્યે ચોપડા વિતરણ નું દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડા વિતરણ ની પ્રવૃત્તિ અવિરત ચાલુ રાખવામા આવી હતી.

ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા અનુસુચિત જાતિ સમાજ ના ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધી માં અભ્યાસ કરતાં ૨૦૦ થી વધુ વિધ્યાર્થીઓ માટે વાર્ષિક જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે ચોપડા તેમજ શૈક્ષણિક કીટ તૈયાર કરીને તમામ બાળકોને ઘરે ઘરે પોહચાડવામાં આવ્યા હતા.

મુનાઈ ગામના અનુસુચિત જાતિ સમાજમાથી નોકરી કરતાં કર્મચારિયો તથા ગામના શિક્ષિત અને જાગૃત યુવાનો દ્વારા આ ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા વિધ્યાર્થીઓ માટે છેલ્લા ૫ વર્ષથી બાળકો માટે ચોપડા વિતરણ ની સેવાકીય પ્રવૃત્તિઑ કરવામાં આવે છે.

ચોપડા વિતરણ સમિતિ નો મુખ્ય હેતુ બાળકો બાળપણ થી જ બંધારણ ના ઘડવૈયા અને આધુનિક ભારત ના પિતા બાબાસાહેબ આંબેડકર તેમજ

અન્ય બહુજન મહાપુરુષો ને જાણે એ રહેલો છે અને આ સંગઠન દદ્વારા આવનારા વર્ષોમાં શૈક્ષણિક બાબતોમાં બીજી પ્રવૃત્તિઑ ને વેગ આપવાનું આયોજન છે.

[wptube id="1252022"]
Back to top button