Bhavnagar:વિજીલન્સ વિભાગ GUVNL ના પોલીસ અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ જે. ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

Bhavnagar:વિજીલન્સ વિભાગ GUVNL ના પોલીસ અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ જે. ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

વિજીલન્સ વિભાગ GUVNL ના પોલીસ અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ જે. ગોહિલ નો આજે શુભ જન્મ દિવસ … જીઇબી વિજિલન્સ વિભાગમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કમાન્ડો રાજેન્દ્રસિંહ જસુભા ગોહિલ નો આજે ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ૫૧મો જન્મદિવસ છે. તેવોશ્રી ભાવનગર રાજ્યના પૂર્વ લશ્કરી કમાન્ડર અને ભાવેણાનું ગૌરવ એવા સ્વર્ગસ્થ કલાભા દેવીસિંહજી ગોહિલ – રાજપીપળા સ્ટેટ પરિવારના સભ્ય છે . રાજભા ગોહિલે શાળાકીય અભ્યાસ ધનેશ મહેતા હાઈસ્કૂલ ખાતે તેમજ એમ. જે. કોમર્સ કોલેજ – ભાવનગરમાંથી ગ્રેજ્યુએટ થઈ એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. રાજભા આજરોજ ૫૧ વર્ષ પોતાના જીવનના પુરા કરી, ૫૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. રાજભા પોલીસ દળમાં સને ૧૯૯૩ થી ફરજ બજાવી રહ્યા છે , પોતે ભાવનગર જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો ઉપરાંત ધારાસભ્યશ્રીના કમાન્ડો તરીકે, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીના કમાન્ડો તરીકે, તેમજ ભાવનગર જિલ્લાના મુખ્ય વહીવટી વડા એવા કલેક્ટર સાહેબ શ્રીના કમાન્ડો તરીકે ખૂબ જ વિશ્વાસુ અને પ્રમાણિકતાથી ફરજ બજાવી સૌના પ્રીતિપાત્ર બની રહ્યા, ઉત્તમ સેવા ફરજ બજાવી , આ ઉપરાંત રાજભા ગોહિલ ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે કંટ્રોલ ઇન્ચાર્જશ્રી તરીકેની મહત્વની ફરજ ૫ વર્ષ સુધી સળંગ બજાવેલ , ફરજ દરમિયાન દરેક જગ્યાએ પોતાના સાથી કર્મચારીઓ સાથે પણ ખૂબ જ સુમેળતા દાખવી સૌ કોઈ સાથે સારા સંબંધો સ્થાપિત કરતા રહ્યા છે . રાજભા હર હંમેશ અન્યને મદદરૂપ થનાર આનંદી અને હકારાત્મક વિચારો વાળા સરળ અને સહજ સ્વભાવનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. પોતાના અંગત જીવનમાં તેઓ અલગ અલગ સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગુજરાતની ખૂબ જાણીતી ગૌસેવા, માનવસેવા અને જીવદયા નું કાર્ય કરતી સંસ્થા “કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ” ના તેઓ પ્રેરક સ્થાપક છે , તેવો નિરંતર અલગ અલગ ગૌશાળા ઓમાં જઈ ગૌ માતા ની વિવિધ સેવાઓ કરી રહ્યા છે તેમજ વૃદ્ધાશ્રમ ,બાલાશ્રમ, હોસ્પિટલના દર્દી નારાયણો ની સેવા, ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો અસહાય લોકોની સેવા કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છે, યથા યોગ્ય સેવાઓ આપી જીવન સાર્થક બનાવી માનવ સેવાના કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન નિરંતર આપી રહ્યા છે . તેવોશ્રી એલર્ટ યંગ ગૃપ ઓફ ઈન્ડિયા, રાજ ફ્રેન્ડ્સ ગૃપ , શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ગૌશાળા , જય ગિરનારી સેવક સંગઠન, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા વિગેરે આધ્યાત્મિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, સનાતન ધર્મ પ્રત્યેની પોતાની શ્રદ્ધા ભક્તિ તેમને વધુને વધુ કાર્ય કરવા પ્રેરે છે, આ ઉપરાંત નિરંતર રક્તદાન ની પ્રવૃત્તિઓ તેમજ જીવદયા ના કાર્યોમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે , ખૂબ જ મોટું મિત્ર વર્તુળ અને જીવંત લોક સંપર્ક તેમની મોટી મૂડી છે , વર્ષો સુધી પોતાના સ્થાપેલા સુમેળ ભર્યા સંબંધોને તેઓ સાચવીને હંમેશા નિભાવી રહ્યા છે , તેઓનો સરળ અને સહજ સ્વભાવ સામેવાળી વ્યક્તિને સ્પર્શયા વિના રહેતો નથી . તેઓ ભાવનગરના જુના વડવા ખાતે પોતાના વડદાદા ના નામથી જાણીતી કલાભા જમાદાર ની શેરી (પૂર્વ લશ્કરી કમાન્ડરશ્રી,ભાવનગર સ્ટેટ) તેમજ ટોપ થ્રી સર્કલ પાસે આવેલ સ્વપ્નસૃષ્ટિ સોસાયટીમાં ‘રાજ પેલેસ’ નિવાસસ્થાન ધરાવે છે, પોતાના જીવનકાળ દરમિયાન અનેક જ્ઞાતિઓ અને વિવિધ સમાજોની વચ્ચે રહીને સંબંધોને કેળવીને તેઓએ પોતાનું આગવું સ્થાન હંમેશા માટે જાળવી રાખ્યું છે અને સૌની સાથે જોડાયેલા રહ્યા છે . રાજભા ના પિતાશ્રી જસુભા બાલુભા ગોહિલ (નિવૃત્ત ASI) સને ૨૦૦૪ માં સ્વર્ગવાસી થયેલા , આજે તેઓ તેમના માતૃશ્રી પ્રેમકુંવરબા તથા ધર્મપત્ની પ્રિત્તીબા (પ્રમુખશ્રી, કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ) , દિકરા સૂર્યરાજસિંહ (UK – લંડન) , દિકરીબા માનશ્રીબા (DNYS) તથા મોટા બહેનશ્રી કૈલાશબા દિલીપસિંહજી જાડેજા (મોડા-જામનગર), નાના બહેનશ્રી હર્ષાબા દશરથસિંહજી જાડેજા (તરઘરી દેવળીયા-જામનગર) તથા નાનાભાઈ વિક્રમસિંહ ગોહિલ (એડવોકેટ-ભાવનગર) , જયોતિબા , દ્વારકેશરાજસિંહ તથા ધર્માક્ષીબા સહિતના પરિવારના સભ્યો સાથે સાદગી પૂર્ણ રીતે ધાર્મિક સ્થળોના દર્શન તથા સેવા કાર્યો કરી ઉજવણી કરશે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર :- ૯૪૨૬૨૬૧૫૦૦








