કેશોદમાં મોડીરાત્રે બની સાળા બનેવી વચ્ચે મારામારીની ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત ને રીફર કર્યા
કેશોદ પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી સ્થિતિ સંભાળી તપાસ હાથ ધરી.
કેશોદ ના જુનાગઢ હાઈવે રોડ પર હોન્ડા ના શોરૂમ પાસે મોડીરાત્રે બની મારામારીની ઘટના સાળા બનેવી વચ્ચે જૂના મનદુઃખ ને કારણે મારામારીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું કેશોદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જુનાગઢ રીફર કર્યા બાદ વધુ ગંભીર ઈજાઓ હોય રાજકોટ રીફર કર્યાનું બહાર આવ્યું કેશોદના જુનાગઢ હાઈવે રોડ પર જીવલેણ હુમલો થતાં ટપોટપ દુકાનો બંધ થઈ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી ઠક્કર અને પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ સિવિલ હોસ્પિટલ પહોંચી સ્થિતિ સંભાળી લીધી કેશોદના અગતરાય રોડ પર દિપાર્તી ફર્નિચર પાસે સાળાએ બનેવી પર હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ મુકેશ ક્રિષ્નાની અને તેમના બનેવી અશ્વિન માણસુર ભાઈ ગઢવી ઉર્ફે લાલો ગઢવી કોઈ અંગત કારણો સર બોલાચાલીમાં બન્ને નો એક બીજાં પર જીવલેણ હૂમલો માથાકૂટ માં મુકેશ ક્રિષ્નાની તેનાં બનેવી અશ્વિન ગઢવી ઉપર લોખંડના સળીયા વડે તૂટી પડતા જુનાગઢ હૉસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા બાદ રાજકોટ રીફર કર્યા ડીવાયએસપી અન કેશોદ સિટી પીઆઈ અનિરુદ્ધ સિહ ગોહિલ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.કેશોદના અગતરાય રોડ પર હુમલામાં ભોગ બનનાર અશ્વિન માણસુર ભાઈ ગઢવી ઉર્ફે લાલો ગઢવી નું નિવેદન નોંધાયા બાદ સત્ય બહાર આવશે કેશોદના અગતરાય રોડ પર મોડીરાત્રે બનેલી ઘટના થી શહેરમાં ચર્ચા નો વિષય બન્યો





