MORBI:મોરબી નવનિયુક્ત જીલ્લા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

MORBI:મોરબી નવનિયુક્ત જીલ્લા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત શક્તિસિંહ ગોહિલએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વિવાદ અંગે આપ્યું નિવેદન મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની વરણીને લઈને કોંગ્રેસ પક્ષમાંથી અનેક રાજીનામાં પડ્યા બાદ આજે કિશોર ચીખલીયાનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં લોકો હતા. જે જન સમર્થન છે. તે પ્રસંશનીય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અડીખમ અને મજબૂતીથી પક્ષની વિચારધારા સાથે છે. ભાજપની કામ કરવાની પદ્ધતિથી લોકોમાં ખૂબ નારાજગી છે. એમના કામના નામે અને કાર્યકર્તાઓના જોરે મતો મળે એમ નથી. ત્યારે ડર અને લાલચથી કેટલાક નેતાઓને તોડવાનો પ્રયત્ન કરે છે.પણ હું કોંગ્રેસના કાર્યકર્તાઓને અભિનંદન આપીશ તેઓ અડીખમ રીતે વિચારધારાને વળગીને રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ના તેમને ડરાવી શકે છે ના તો એમને ખરીદી શકે છે. અને એ જ તાકાત મોરબીમાં પણ જોવા મળે છે માટે સૌનો ખૂબ આભાર માનું છું.

વધુમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી સામે રાજીનામાં પડવાની ઘટનાને લઈને પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે પરિવર્તન એ સંસસરનો નિયમ છે. હું પ્રદેશ પ્રમુખ છું. તો હું આજીવન ન રહું. પરિવર્તનને સ્વીકારી પક્ષની વિચારધારા સાથે કામ કરનારા અનેક લોકો હોય છે. ક્યારેય જેમને ખૂબ મળ્યું હોય છતાં એમની કેટલીક મજબૂરી પણ હોય, અથવા ભાજપના અનેક લાલચ અને કાવાદાવામાં કેટલાક સારા નેતાઓને પણ જવું પડ્યું હોય છે.આ સમારોહમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જાવેદભાઈ પીરજાદા, લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા, ઋત્વિક મકવાણા આ ઉપરાંત દરેક તાલુકા અને શહેર પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા. યુવા કોંગ્રેસ , NSUI , કિસાન મોરચા, લઘુમતી ટીમ, મહિલા મોરચા આ તમામ હાજર રહ્યાં હતા.








