MORBI:મોરબી મચ્છુ ડેમમાંથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પાણી મળે તે પહેલા જ લીકેજ લાઈન ઠેર ઠેર થતા હજારો લિટર સિટીમાં પાણી વેરાયું!!!

મોરબી મચ્છુ ડેમમાંથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પાણી મળે તે પહેલા જ લીકેજ લાઈન ઠેર ઠેર થતા હજારો લિટર સિટીમાં પાણી વેરાયું!!!

મોરબી જિલ્લા પંથકમાં સમસ્યાઓ ની હાર માળા કાયમ માટે માનવ મતદાર પ્રજાના ગળામાં વીટાયેલી રહી હોય તેમ છાશવારે સમસ્યાઓ થી મોરબી પંથકના લોકો પરેશાન બન્યા છે મોરબી જિલ્લા પંથકના ખેડૂતોને મચ્છુ 2 ડેમમાંથી ગ્રામ્ય વિસ્તારના મોરબી તાલુકા પંથકના ખેડૂતોને પાણી આપવા માટે આયોજન કરવામાં આવ્યું હોય તેમાં આયોજન નો મોટો અભાવ પ્રકાશમાં આવ્યો છે તેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી મચ્છુ2 ડેમમાંથી કેનાલ ના માધ્યમથી ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ કેનાલમાંથી પાણી હજારો લિટર વેડફાઈને જાહેર માર્ગો પરથી લઈ સીટી વિસ્તારમાં તલાવડા ની માફક ફરી મળ્યું હોય તેવા દ્રશ્યો મોરબીના લીલાપર રવાપર ચોકડી તરફના માર્ગો પર તલાવડા ની માફક ફરી વડીયા હોય તેમ તસવીર માં દ્રશ્યમાન થાય છે








