
MORBI:મોરબીના ઘુટુ રોડ પર થયેલ ચકચારી લૂંટના ગુનામાં આરોપીના જામીન મંજુર
મોરબી ઘુટુ રોડ પર થયેલ ચકચારી લૂંટના ગુનામા ફરિયાદ થયેલ હોઈ મોરબી બી. ડીવીજન પોસ્ટે વિસ્તાર લૂંટ નો બનાવ બનેલ ત્યાર બાદ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યાર બાદ એક આરોપી રવિ ભુદરભાઈ પનારા દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણના આરોપીના શરતી જામીન મંજુર થયા છે
જેમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વકીલ ફેનિલ જે. ઓઝા તથા વકીલ દેવ કે. જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનિલભાઈ જે.ઓઝા તથા યુવા વકીલ (દેવ)દેવીપ્રસાદ. કે. જોષી તથા શહેનાઝબેન ડી. સુમરા તથા એલ. આર. ગઢવી રોકાયા હતા.