મોરબી- એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ઍટ્રોસીટીના ગુનામાં આરોપી હેમંતભાઈ દેવજીભાઈ આદ્રોજાના જામીન મંજુર

મોરબી- એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ઍટ્રોસીટીના ગુનામાં આરોપી હેમંતભાઈ દેવજીભાઈ આદ્રોજાના જામીન મંજુર.

આ કામના આરોપીઓ સામે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ કે, આ કામના ફરીયાદીની માતાએ આરોપીના પુત્ર પર એટ્રોસીટીની ફરીયાદ કરેલ હોય જે ફરીયાદ પાછી ખેંચી લેવા માટે આરોપીઓએ એક સંપ થઈ સીવીલ હોસ્પીટલે જઈ આરોપીઓએ આ કામના ફરીયાદીને તથા તેની માતાને જાતી પ્રત્યે અપમાનીત શબ્દો બોલી મનફાવે તેવી ગાળો આપી ફરીયાદીના માતા એ કરેલ ફરીયાદી પરત ખેંચી લેવા જણાવેલ અને નહી ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય. જે ફરીયાદના કામેના આરોપી હેમંતભાઈ દેવજીભાઈ આદ્રોજાનાઓની ધરપકડ થયેલ હોય તેઓએ તેમના મોરબી જીલ્લાના સીનીયર વકીલશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર કોર્ટમાં જામીન મેળવવા જામીન અરજી કરેલ.
આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. આરોપી વિરૃધ્ધ રાગદ્વેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આરોપીએ આ કામના ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓ ને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુકત કરવા દલીલ કરેલ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.









