INTERNATIONAL

Israel vs Hamas war : હમાસ અને ઈઝરાયલ યુદ્ધમાં 39 મીડિયાકર્મી-પત્રકારોના મોત : કમિટી ટૂ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ

હમાસ દ્વારા 7 ઓક્ટોબરે ઈઝરાયલ વિરુદ્ધ મોટાપાયે હુમલા કરાયા બાદથી હમાસ અને ઈઝરાયલના યુદ્ધમાં કવરેજ કરનારા ઓછામાં ઓછા 39 પત્રકારો અને મીડિયાકર્મીઓ હિંસામાં જીવ ગુમાવી ચૂક્યા છે. કમિટી ટૂ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ (CPJ) એ એક રિપોર્ટમાં આ માહિતી આપી હતી. ન્યુયોર્કમાં આવેલા એનજીઓએ 1992માં રેકોર્ડ રાખવાની શરૂઆત કરી હતી. તેણે તેના તાજેતરના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે છેલ્લાં 32 વર્ષોમાં ઓક્ટોબર 2023 વૈશ્વિક સ્તરે પત્રકારો માટે સૌથી ઘાતક મહિનો રહ્યો. માર્યા ગયેલા 39 મીડિયાકર્મીઓમાંથી 34 પેલેસ્ટિની, ચાર ઈઝરાયલી અને એક લેબનાની હતો.
સીપીજેએ એમ પણ કહ્યું કે અન્ય આઠ પત્રકારો ઘાયલ થયા હતા અને ત્રણ હજુ ગુમ છે જ્યારે 13ની ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન અનેક હુમલા, ધમકીઓ, સાઈબર હુમલા, સેન્સરશીપ અને પત્રકારોના પરિવારના સભ્યોની હત્યાના પણ અહેવાલ હતા. સીપીજેએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.  ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં 10, 569 લોકો જ્યારે ઈઝરાયલમાં 1400 લોકો અને વેસ્ટ બેન્કમાં 150 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button