MORBI:મોરબીમા અનુસૂચિત જાતિના યુવકને માર મારવાની ઘટના પ્રકરણમા રાણિબા સહિતના છ આરોપીઓનાં જામીન અરજી નામંજુર

મોરબીમા અનુસૂચિત જાતિના યુવકને માર મારવાની ઘટના પ્રકરણમા રાણિબા સહિતના છ આરોપીઓનાં જામીન નામંજુર
મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી હતી અને તે આરોપીના રીમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આરોપીના વકીલ મારફતે જમીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે સમયાંતરે કુલ મળીને સાત આરોપીને પકડ્યા હતા અને તે આરોપી પૈકીનાં મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી)ના અગાઉ જામીન મંજૂર કરવામાં આવેલ હતા ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલ આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રાજ અજયભાઈ પડસારા, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રિશ જયંતિભાઈ મેરજા અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલાના વકીલ અનિલભાઈ દેસાઇ મારફતે જામીન અરજી મૂકવામાં આવેલ હતી અને મોરબી જિલ્લાની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાં બંને પક્ષની દલીલને ધ્યાને લઈને ગુનાની ગંભીરતા જોતાં કોર્ટે વિભૂતિ ઉર્ફ રાણીબા સહિતના તમામ આરોપીની જામીન અરજીને નામંજૂર કરેલ છે








