MORBIMORBI CITY / TALUKO

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : સાત આરોપીની જામીન અરજી નામંજૂર !

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : સાત આરોપીની જામીન અરજી નામંજૂર !

 


મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ પૈકી સાત આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે આરોપી મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી એમ સાત આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજીની અગાઉ સુનાવણી કરવામાં આવી હોય જેમાં બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી અને તા. ૦૪ ફેબ્રુઆરીની નવી મુદત પડી હતી અને આજે કોર્ટે જામીન અરજી પર ફેસલો આપતા જામીન અરજી નામંજૂર કરી છે ઓરેવા કંપનીના મેનેજર સહિતના સાત આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે જેથી હાલ સાત આરોપીઓને કોઈ રાહત મળવા પામી નથી

[wptube id="1252022"]
Back to top button