MORBI; મોરબીના બગથળા સોશિયલ ગૃપ દ્વારા સ્નેહમિલન-વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી: બગથળા સોશિયલ ગૃપ દ્વારા સ્નેહમિલન-વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
મોરબીના બગથળા સોશિયલ ગ્રુપનો ૨૮મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૩૧-૧૨-૨૦૨૩ને રવિવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ ખાતે યોજાશે. જેમાં શ્રી નકલંક મંદિર – બગથળા મહંત પૂજ્ય દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને તેઓ ઉપસ્થિત સર્વે સભ્યોને આર્શિવાદ પાઠવશે.

આ કાર્યક્રમમાં ધો-૧ થી કોલેજ સુધીના બાળકોને ઇનામી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે ,તેમજ બાળકો અને મોટેરામાં રહેલ સુષુપ્ત રહેલ શક્તિને બહાર લાવવાના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૨ પરફોર્મન્સમાં ૬૫ જેટલા બાળકો અને બહેનો કલાના કામણ રજૂ કરશે અને કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે ૦૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યા દરમિયાન જે દંપતિ કાર્યક્રમમાં પ્રવેશ મેળવશે તે સરપ્રાઇઝ ગીફ્ટને પાત્ર રહેશે. ત્યારે બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા તમામ સભ્યોને સમયસર ઉપસ્થિત રહેવા તેમજ મોરબી શહેરમાં જે કુટુંબ નવા રહેવા આવ્યા છે, તેઓને પણ સભ્ય બનવા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.આ અંગેની વધુ માહિતી માટે કિશોરભાઈ મેરજા મો.૯૯૭૮૯ ૬૧૬૧૪, દિનેશભાઈ ઠોરિયા મો.૯૮૭૯૫ ૯૭૦૦૫, એ.કે ઠોરિયા મો.૯૨૬૫૩૨૭૭૮૮ અને ધરતીબેન બરાસરા મો. ૯૮૨૫૯ ૪૧૭૦૪ નો સંપર્ક કરવાનું બગથળા સોશિયલ ગ્રુપની યાદીમાં જણાવાયું છે.








