
મોરબી : હળવદ કોર્ટમા મુદત ભરવા આવેલ બે વ્યક્તિઓ પર હુમલો
અજાણ્યા શખ્સો દ્વારા કોર્ટ બહાર મુદતે આવેલા યુવકો પર હુમલો બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ :વિશાલ જયસ્વાલ હળવદ

પંકજ દશરથસિંહ પરમાર રહેવાસી દેવળીયા તેમજ પદુભા દશરથસિંહ પરમાર રહેવાસી દેવળીયા વાળા પર હુમલો અન્ય એક યુવક ને સામાન્ય ઈજાઓ પહોચી
હળવદ મામલતદાર ઓફીસ નજીક બે પક્ષો વચ્ચે બબાલ થયાની ઘટના સામે આવી છે.જ્યાં હળવદ મામલતદાર ઓફીસ નજીક મુદત પૂર્ણ કરીને બહાર નીકળેલા બે લોકો ઉપર ૩થી ૪ જેટલા શખ્સોએ હીંચકારો હુમલો કર્યો હતો. અને ધોળે દિવસે બંદૂક તાકી ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ બનાવમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા હળવદ પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ કાબુમાં લીધી..








