મોરબી ના રફાળેશ્વર ગામે મંડપ સર્વિસના ધંધાર્થી યુવાન ઉપર હુમલો
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતો મંડપ સર્વિસનો ધંધાર્થી ગજેન્દ્ર રમેશભાઈ બાંભણીયા નામનો યુવાન ગઈકાલે રાત્રે તેના ઘર નજીક આવેલ શેરીમાંથી નીકળ્યો ત્યારે આરોપી અજય, સુલતાન અને અશોકે અગાઉના ઝઘડાના મનદુઃખમાં ઝઘડો કરી તને ના પાડી તો પણ શા માટે આ શેરીમાંથી નીકળ્યો કહી લોખંડના પાઈપ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા ગજેન્દ્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાજ્કોટ પોલીસે મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]





