HALVADMORBIMORBI CITY / TALUKO
વીજ કર્મચારીઓને માર મારવા મામલે કોંગ્રેસ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સામે એટ્રોસિટી ફરિયાદ

વીજ કર્મચારીઓને માર મારવા મામલે કોંગ્રેસ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સામે એટ્રોસિટી ફરિયાદ

બે દિવસ પહેલા હળવદ તાલુકાના ટીકર ગામે વીજ કર્મચારીઓ વીજ રીપેરીંગ દરમિયાન કોંગ્રેસ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા દ્વારા બે વીજ કર્મચારીઓને માર મારવાનો મામલો સામે આવ્યો હતો જ્યારે જાણવા મળતી વિગત મુજબ વીજ લાઈન કેમ બંધ કરી છે તેમ કહી ગાડીમાં બેસાડી બંને કર્મચારીઓને માર માર્યા હોવાનો પોલીસ મથકે ફરિયાદ કરી એટ્રોસિટી ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જોકે ગતરોજ ધર્મેન્દ્રભાઈ એરવાડિયાના સમર્થનમાં અલગ અલગ ગામોના સરપંચ દ્વારા વીજ ધાંધિયા તેમજ ફરિયાદ ખોટી હોવાના મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

[wptube id="1252022"]








