મોરબીના લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન હળવદના યુવા ક્રિકેટર અશોક કણજારીયાને હાર્ટએટેક આવતા મોત

મોરબીના લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન હળવદના યુવા ક્રિકેટર અશોક કણજારીયાને હાર્ટએટેક આવતા મોત
રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારી અને હળવદ તાલુકામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કણઝારીયા લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા હતા. પ્રેક્ટિસ દરમિયાન તેમણે મિત્રોને જણાવ્યુ હતું કે તેમની તબિયત નાદુરસ્ત છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો હતો. સત્વરે તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.
ઘટનાને પગલે તાજેતરમાં યોજાનાર આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26 થી 31 માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતા નાં સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રદ કરી 15 એપ્રિલ નાં રોજ રખાઈ છે સાથે જ મેડિકલ ટેસ્ટ કર્યા બાદ જ ક્રિકેટમાં ઉતારવા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.