MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા :પટેલ નગર સોસાયટીમાં પાંચ દિવસથી પાણી ન મળતુ હોવાથી આજે મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચી..

ટંકારા :પટેલ નગર સોસાયટીમાં પાંચ દિવસથી પાણી ન મળતુ હોવાથી આજે મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચી..

ટંકારા ગ્રામ પંચાયતના શાસકોની અણઆવડતને પગલે છતે પાણીએ ઉનાળાના આકરા દિવસોમાં પાણીની પારાયણ શરુ થઇ છે પટેલ નગર સોસાયટીમાં પાંચ દિવસથી પાણી મળતું ના હોય જેથી મહિલાઓ આજે વિફરી હતી અને ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી

ટંકારા શહેરના હાઈવે નજીક આવેલા પટેલનગર સોસાયટીમા પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે છેલ્લા પાંચેક દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતા મહિલાઓમાં રોષ છવાયો હતો આકરા ઉનાળાના દિવસોમાં પાણીની સમસ્યાથી મહિલાઓ વિફરી હતી અને આજે ગ્રામ પંચાયત કચેરીએ સરપંચ સમક્ષ રજૂઆત કરવા પહોંચી હતી જ્યાં સરપંચ સમક્ષ પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી જોકે સરપંચે મહિલાઓની રજૂઆત સાંભળી યોગ્ય જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબ આપ્યા હોય તેવા આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા છે જેથી મહિલાઓમાં રોષ ભભૂક્યો છે

[wptube id="1252022"]
Back to top button