
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના પર્યટક સ્થળ એવા સાપુતારા ખાતે હરતા ફરતા પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી રહી છે. પરંતુ પશુઓ પ્રત્યે સ્થાનિક વહીવટી તંત્રનું અલગ જ વલણ જોવા મળી રહ્યું છે આટલો સમય વિત્યા છતાં અબોલ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગના અધિકારીઓ કોઈ પગલા ભર્યા નથી. અબોલ પશુઓ વાયરસ રોગ જોઈ માનવ શરીર કંમ્પાવી દે તેમ છે.
આબોલા પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવેલા હોવાથી તેઓને સારવારની તાતી જરૂરિયાત છે. ઘણા સમયથી લમ્પી વાયરસથી પીડાતા પશુઓ સાપુતારામાં વિહરતા જોવા મળતા હોય તેમના શરીરના ભાગે મસમોટા ગુમડાઓ માનવી નરી આંખે જોઈ શકે તેમ મોટા મોટા ગુમડા છે,પશુઓને ઝડપથી સારવાર મળે અને ડાંગ જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લાઓમાં આ જીવલેણ લમ્પી વાયરસને અટકાવી શકાય તે જરૂરી બન્યું છે.
[wptube id="1252022"]