MORBIMORBI CITY / TALUKOTANKARA

આર્ય વિધાલયમ્ ના મંત્રી  મેહુલભાઈ કોરીંગાના સ્મણાર્થે સરકારી શાળામાં ભણતા વિધાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

આર્ય વિધાલયમ્ ના મંત્રી  મેહુલભાઈ કોરીંગાના સ્મણાર્થે ટંકારા તાલુકાની 50 સરકારી શાળામાં ભણતા પહેલો ,બીજો અને ત્રીજા નંબરના વિધાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

હર્ષદરાય કંસારા ટંકારા: આર્ય વિધાલયમ્ ના મંત્રી શ્રી મેહુલભાઈ કોરીંગાના સ્મણાર્થે ટંકારા તાલુકાની 50 સરકારી શાળામાં ધોરણ 3 થી 8 મા ભણતા પહેલો ,બીજો અને ત્રીજા નંબરના વિધાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.આ શિલ્ડ પાછળનો અંદાજે 150000/ દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આર્ય વિધાલયમ્ ના પ્રમુખશ્રી માવજીભાઈ દલસાણીયા દ્રારા કરવામાં આવેલ. આ પાછળનો ઉદ્દેશ્ય મેહુલભાઈ શિક્ષણનો જીવ હતા ,તેના પાછળ સરકારીશાળામાં ભણતા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી તેમને સાચા અર્થમાં યોગ્ય શ્રધાંજલિ આપવાનો છે. પ્રોત્સાહન દ્રારા આપણા દરેક બાળકો શિક્ષણમાં વધુ ધ્યાન આપે અને સુખી થાય તેવો પવિત્રભાવ રહેલો છે.આ શિલ્ડ આપવા માટે આપણો રાષ્ટ્રીયપર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે સન્માનમા આવેલ.

આ કાર્યમાં સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ ખૂબ ઉત્સાહથી સહકાર આપવા બદલ શ્રી માવજીભાઈ દલાસણીયાએ હ્રદય પૂર્વક આભાર માન્યો છે.

[wptube id="1252022"]
Back to top button