
MORBI:મોરબી:શેરીમાં પાણી ઢોળવા બાબતે પાડોશી વચ્ચે બબાલ
મોરબી-અમરેલી રોડ ઉપર અંબાજી ટાઉનશીપની બહાર શેરીમાં આરસીસી રોડ ઉપર પાણી ઢોળવાની ના પાડ્યાની બબાલમાં પાડોશી મહિલા સાથે ટાઉનશીપમાં જ રહેતી બે મહિલા દ્વારા ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી પાડોશી મહિલા ઉપર છુટા પથ્થરનો ઘા કરી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને મહિલા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામના વતની હાલ મોરબી અમરેલી રોડ ઉપર આવેલ અંબાજી ટાઉનશીપમાં રહેતા વર્ષાબેન દલપતભાઈ બાલાભાઈ મકવાણા ઉવ.૨૮ એ આરોપી મહિલાઓ વિલાસબેન પાર્થભાઈ સોની તથા મુન્નીબેન બાબુભાઈ રાજપૂત રહે. બંને મોરબી અમરેલી રોડ અંબાજી ટાઉનશીપ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી કે વર્ષાબેન મકવાણા અને વિલાસબેન સોની તથા મુન્નીબે રાજપૂત એકબીજાના પાડોશી હોય ત્યારે વિલાસબેન અને મુન્નીબેન પોતાના ઘરની બહાર શેરીમાં આર.સી.સી. રોડ ઉપર પાણી ઢોળતા હતા જે બાબતે ફરિયાદી વર્ષાબેને તેમ કરવાની ના પાડતા વિલાસબેન અને મુન્નીબેને વર્ષાબેનને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા અને વર્ષાબેનને પથ્થરનો છુટો ઘા કરી હાથના ભાગે ઇજા કરી તેમજ વર્ષાબેનને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા મોરબી બી ડિવિઝન પોલીસે બંને મહિલા વિરુદ્ધ આપીસી કલમ ૩૨૩,૩૩૭.૫૦૪,૫૦૬ તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.