MORBI:માઈનોરીટી કોંગ્રેસ પાર્ટીમાં મહિલા ચેરમેન મોરબી જિલ્લામાં યાસ્મીન બેન બ્લોચની નિમણૂક

માઈનોરીટી કોંગ્રેસ પાર્ટીમાં મહિલા ચેરમેન મોરબી જિલ્લામાં યાસ્મીન બેન બ્લોચની નિમણૂક
“કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોરબી જિલ્લા સંગઠન મજબૂત કરવા હોદ્દેદારોની વરણી”

મોરબી શહેર જિલ્લા પંથકમાં ગુજરાત માઈનોરીટી કોંગ્રેસ ઇન્ચાર્જ ઇન્સાફ અલી આઝાદ ની અધ્યક્ષતામાં મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માઈનોરીટી કોંગ્રેસ પાર્ટી ના હોદ્દેદારોની નિમણૂક કરી કોંગ્રેસ પાર્ટી ને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે જેના ભાગરૂપે મોરબી મહિલા યાસ્મીન બેન બ્લોચ ને માઈનોરીટી કોંગ્રેસ પાર્ટીમાં મોરબી જિલ્લા ચેરમેન મહિલા ની વરણીથી સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં સંગઠનની પકડ મજબૂત કરવા ના પ્રયાસોના ભાગરૂપે મોરબી ખાતે માઈનોરીટી કોંગ્રેસ પાર્ટી દ્વારા જન સંપર્ક ના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે તેમાં ગુજરાત માઇનોરીટી કોંગ્રેસ ઇન્ચાર્જ ઇન્સાફ અલી આઝાદ તેમજ ગુજરાત માઈનોરીટી કોંગ્રેસ ઉપપ્રમુખ નાસીર ખાન પઠાણ સહિત મોરબી જિલ્લાના કોંગ્રેસી અગ્રણી આગેવાન સાથે ગુજરાત મહીનોરીટી કોંગ્રેસ ઉપપ્રમુખ ઈરફાન પીર ઝાદા સહિતના આગેવાનોએ મોરબી પંથકમાં નવા પરિવર્તન સાથે નવ યુવાનોને હાથ સે હાથ જોડો ની સાથે સર્વે સમાજ ને સાથે રાખી માઈનોરીટી કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે મોરબી શહેર જિલ્લામાં દરેક તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ વિચારધારા સક્રિય પક્ષ માં રહી આવનાર લોકસભા નગરપાલિકા ગામ પંચાયત વિગેરે ચૂંટણીઓમાં પાર્ટી પક્ષના ઉમેદવારને જંગી લીડ થી જીતાડવાની નવી પદ્ધતિ નવ યુવાનો ના હાથમાં આપી નવા પરિવર્તનની શરૂઆત ના ભાગરૂપે હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી રહી છે તેમાં સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા પંથકમાં મુસ્લિમ મહિલા અગ્રણી યાસ્મીન બેન બ્લોચ ની ગુજરાત માઈનોરીટી કોંગ્રેસ પાર્ટીમાં મહિલા ચેરમેન મોરબી જિલ્લામાં કરવામાં આવી છે








