
MORBI:મોરબી અધિક કલેકટર તરીકે એસ.જે.ખાચરની નિમણુંક
મોરબી અધિક કલેકટરની ખાલી પડેલી જગ્યા ઉપર રાજકોટના એડિશનલ ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરની નિમણુંક કરવામાં આવી છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલ બદલી ઓર્ડર અંતર્ગત રાજકોટના એડિશનલ કલેકટર એસ.જે.ખાચરને એડિશનલ કલેકટર મોરબી ખાતે અને નવસારી કલેકટર કે.જી.વાઘેલાની ડીઆરડીએ ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, મોરબી અધિક કલેકટર તરીકે નિમણુંક પામેલ એસ.જે.ખાચર અગાઉ મોરબી પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.
[wptube id="1252022"]








