GUJARATMORBI

નવયુગ વિદ્યાલય-મોરબીમાં રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી

નવયુગ વિદ્યાલય-મોરબીમાં રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી

ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબીમાં તારીખ:- 30-08-2023 ના રોજ આ પાવન પર્વની ઉજવણીનાં ભાગ રૂપે નવયુગ વિદ્યાલય NCC અને ધોરણ:- 9 ની વિદ્યાર્થીનીઓએ ટ્રાફિક પોલીસનાં જવાનોને તેના ફરજ પરનાં જુદા જુદા સ્થળ પર જઈ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉત્સાહથી ઉજવણી કરી હતી. સ્કૂલમાં પણ રાખી મેકીંગ, નિબંધ લેખન, ગ્રીટીંગ કાર્ડ જેવી સ્પર્ધામાં કે.જી. તથા ધો. 1 થી 11 નાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈને પાવન પર્વમાં હર્ષભેર જોડાયા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. નવયુગના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયાએ તમામ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ તથા સ્ટાફગણને રક્ષાબંધન પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button