GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નશીલાં સીરપના પ્રકરણમાં વધુ 90,000 બોટલ મળી

MORBI:મોરબીના નશીલાં સીરપના પ્રકરણમાં વધુ 90,000 બોટલ મળી

મોરબીના રંગપર નજીક ફેકટરીમાંથી 1.84 કરોડનો નશીલી સીરપનો જથ્થો પોલીસે ઝડપી લીધા બાદ ઝારખંડ સુધી તપાસ ચલાવી હતી. જ્યાં ઝારખંડથી 54 લાખનો જથ્થો ઝડપી લીધો હતો તો ઝડપાયેલ આરોપી પાસેથી રિમાન્ડ દરમિયાન મેળવેલ માહિતીને પગલે બિહાર નાર્કોટીક્સ વિભાગને એલર્ટ કરતા બિહારની ટીમે વધુ પોણા બે કરોડનો મસમોટો જથ્થો ઝડપી લીધો હોવાની ઘટના બહાર આવી હતી.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો મુજબ મોરબી પોલીસે રંગપર નજીક ગોડાઉનમાંથી પોલીસે 1.84 કરોડની કિમતનો નશીલા સીરપનો મસમોટો જથ્થો ઝડપી લઈને કુલ 2 કરોડથી વધુની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા જે સીરપ કાંડમાં મુખ્ય આરોપી રવિ કંડિયાને પોલીસે ઝડપી લીધો હોય અને તારીખ ૧૬ સુધીના રિમાન્ડ મંજુર થયા છે દરમિયાન પોલીસે રિમાન્ડમાં વિગતો મેળવી અગાઉ ઝારખંડ ખાતે ટીમ તપાસ અર્થે મોકલી હતી જ્યાં બાતમીને આધારે એક બંધ ગોડાઉનમાં રેડ કરતા 54 લાખની કિમતની 26,000 બોટલ નશીલી સીરપનો જથ્થો મળી આવતા ઝારખંડના સ્થાનિક તંત્રને મુદામાલ સોપવામાં આવ્યો હતો. તેમજ આરોપીના રિમાન્ડ દરમિયાન બિહાર કનેક્શન પણ ખુલવા પામ્યું હતું જેને પગલે મોરબી પોલીસે બિહાર નાર્કોટીક્સ વિભાગને માહિતી આપી હતી જે માહિતીને પગલે બિહાર નાર્કોટીક્સની ટીમે બચવારા જંકશન બિહાર ખાતે રેડ કરતા પોણા બે કરોડની કિમતની 90,000 બોટલ સીરપનો જથ્થો મળી આવતા મુદામાલ કબજે લેવામાં આવ્યો છે રંગપર સીરપ પ્રકરણમાં અત્યાર સુધીમાં 4કરોડથી વધુનો નશીલી સીરપનો જથ્થો ઝડપાઈ ચુક્યો છે. વધુમાં લાતી પ્લોટમાંથી રૂા. 20 લાખ ની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ગઈકાલે મળી આવતા મોરબી પંથકમાં નશીલા સીરપનો કારોબાર ચિંતાજનક બની રહ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button