
MORBI -RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૩૬૩૦- બાળકોને પ્રવેશ અપાયા
RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ રાજયની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ માં જુદા જુદા માધ્યમમાં કુલ 45000 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૩૯૯૭૯ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૩૬૮૧૮ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેવા પામેલ ૮૫૬૩ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુ થી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ થી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા કુલ- ૧,૩૨,૭૦૪ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક તા.૦૩/૦૫/૨૦૨૪ થી તા. ૦૮/૦૫/૨૦૨૪ દરમિયાન આપવામાં આવેલ. આ સમયગાળામાં એકંદરે કુલ: ૭૫૮૫૩ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરેલ. જ્યારે બાકીના ૫૬૮૫૧ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખેલ.
RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલ છે. જેમાં વધુ ૩૬૩૦ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૨૦/૦૫/૨૦૨૪, સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર- પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.








