
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે આંગણવાડીઓ અને શાળાઓ સ્વચ્છ બને

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.
મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ સફાઈ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના જુના દેવળીયા, માળિયા તાલુકાના મોટા દહિંસરા, હળવદ તાલુકાના માલણીયાદ, મોરબી તાલુકાના રવાપર સહિતના ગામોમાં શાળાઓમાં સાફ સફાઈની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ સ્થળોએ આંગણવાડી કેન્દ્રોમાં પણ સાફ સફાઈ કરવામાં આવી હતી.

શાળાના શિક્ષકો અને સ્ટાફ તેમજ ગ્રામજનો દ્વારા ઝુંબેશરૂપે શાળાના ઓરડા, પ્રાંગણ અને સમગ્ર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી.
[wptube id="1252022"]








