
વિજાપુર હઝરત સૈયદ મહેમુદ શાહયા બુખારી સલાઉલ મુલ્ક બુખારી ર,અ નો ઉર્ષની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત ના મહાન ઔલિયા હઝરત શાહે આલમ ના પ્રપૌત્ર ની વિજાપુર ખાતે આવેલ દરગાહ હઝરત મહેમુદ શાહયા બુખારી ર.અ ના ઉર્ષની ભવ્ય ઉજવણી બુખારી સમાજના મુજમ્મીલ બુખારી મુસ્તકીમ બુખારી હાસીમ બુખારી ફારૂક બાવા સૈયદ બુખારી બાબુ સૈયદ સહિત દરગાહ શરીફના વંશજ દ્વારા કરવામાં આવી હતી જેમાં ફુલપોશી ચાદર પોશી નો કાર્યક્રમ તેમજ મહેફીલે શમાં નો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ ના હઝરત શાહઆલમ દરગાહ ના ટ્રસ્ટી સજ્જાનશીન સૈયદ અબ્દે મુનાફ બાવા તેમજ કાઝીમ બાવા એ સમગ્ર ઉર્ષનો કાર્યક્રમ વીડિઓ કોલ થી નિહાળ્યો હતો અને તેઓએ ઉર્ષ ની મુબારક બાદ આપવામાં આવ્યા હતા દરગાહ શરીફ ખાતે સમગ્ર રાજ્યમાં કોમી એકતા ભાઈચારા તેમજ દરેક હિન્દુ મુસલમાન માટે તંદુરસ્તી માટે દુવાઓ કરવામાં આવી હતીતુર્કી ખાતે બનેલા ભૂકંપ ના બનાવમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર ને સબ્ર મળે તે માટે દુવાઓ કરવામાં આવી હતી