
મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવી હતી. જેથી પો.ઇન્સ એચ.એ.જાડેજા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા તથા ધનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા (રહે.બંને શકતશનાળા નીતીનનગર) વાળા પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી આધારે રેઇડ કરતા આરોપીના રહેણાંકમાંથી ઇગ્લીશદારૂની બોટલ નંગ 100 (કિંમત રૂ.56,800) નો મુદામાલ મળી આવતા તેમજ દારૂના હેરફેરમા ઉપયોગમા લેવાતી ક્રેટા કાર કિંમત રૂ.2,00,000 મળી કુલ રૂ.2,56,800નો મુદામાલ કબ્જે કરી આરોપી ધનશ્યામસિંહ છત્રસિંહ જાડેજાને અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.હેડકોન્સ એ.પી.જાડેજા તથા કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ગરીયા તથા હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા પુનમબેન ચૌધરી નાઓ દ્વારા કરેલ છે.








