
મોરબી: જામગરી બંદુક સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં આવેલ ફૂલકી નદી પાસેથી શનાળા તરફ જવાના કાચા રસ્તા પાસેથી તાલુકા પોલીસે એક ઈસમને હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર ગામની સીમમાં ફૂલકી નદી પાસે કાચા રસ્તા પાસે એક ઇસમ દેશી હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી જેમાં સ્થળ પરથી આરોપી સફૂર જલાબદીન કાજડીયા (ઉ.વ.૨૫) રહે કાજરડા તા. માળિયા વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
[wptube id="1252022"]








