કોટડાસાંગાણીના ભાડવા ગામમાં બનનારી આધુનિક આંગણવાડીનું ખાતમુહૂર્ત દાતાના હસ્તે થયું

તા.૧૨ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ટોયઝ રૂમ, પેન્ટ્રી, હોલ, આરોગ્ય તપાસણી રૂમના ઇન્ટીરીયર ફર્નિચર અને કલરકામ કરાવાશે
કોટડાસાંગાણી તાલકાના ભાડવા મુકામે નિર્માણ પામનારા આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત ઉદ્યોગપતિ અને દાતાશ્રી મનેષભાઇ માદેકાના હસ્તે તથા (આઇસીડીએસ)ના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.


ભાડવા ગામે બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ લઇ શકે તે માટે આંગણવાડી કેન્દ્ર કાર્યરત હતું. પણ આ કેન્દ્ર જર્જરિત હોઈ અન્ય જગ્યાએ બાળકોને બેસાડવામાં આવતા, તેથી બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશીના સંનિષ્ઠ પ્રયાસોથી ગ્રામ પંચાયતે આંગણવાડી કેન્દ્ર માટે જમીન ફાળવી છે, જે જમીન પર અદ્યતન પધ્ધતિથી બાંધકામ ઉદ્યોગપતિ દાતા રોલેક્સ રીંગ લિમિટેડના આર્થિક સહયોગથી કરવામાં આવશે. તેમજ દાતા દ્વારા જ બાળકો માટે જરૂરી એવા ટોયસ રૂમ, પેન્ટ્રી, હોલ, આરોગ્ય તપાસણી રૂમના ઇન્ટીરીયર અને કલરકામ કરાવી અપાશે.

આ ખાતમુહૂર્ત પ્રસંગમાં સરપંચશ્રી રેખાબેન લવજીભાઈ ગજેરા, અગ્રણીશ્રી ભુપેન્દ્રસિંહ બાપુ, રાઘવેન્દ્રસિંહ બાપુ, પંચાયત સદસ્યો, આગેવાનો, આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓ, બાળકો, વાલીઓ ઉપસ્થિત રહયા હતા.








