BHARUCHNETRANG

નેત્રંગ પોલીસે આંબાખાડી ગામ માંથી આંક-ફરકના આંકડાનો જુગાર રમતા એક ઈસમને પકડી પાડી રૂ.૧૧,૧૩૦/- ના મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ફરાર જાહેર હર્યો.

નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર કે.એન.વાઘેલા અને સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિ/જુગાર અંગેની જુગાર રમતા ઈસમો ઉપર વોચ/તપાસમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે “નેત્રંગ લાલ મંટોડી ગામે રહેતા ફિરોજખાન પઠાણ પોતાના આર્થિક ફાયદા સારૂ આંક ફરજનાં આંકડા લખાવવા માટે આંબાખાડી ગામે રહેતો સુનિલ પીંચાભાઈ વસાવાને રાઇટર તરીકે આંબાખાડી ગામે બસ સ્ટેશન નજીક રોડની સાઇડમાં પોતાની પાન પડીકીની દુકાનમાં ચિઠ્ઠા લખવા માટે બેસાડેલ છે. અને સુનિલ દુકાન આગળ ઓટલા ઉપર બેસીને આંક-ફરાકના આંકડા લખે છે.“ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપર આંક્ડા લખનાર ઈસમને પકડી પાડી આંક ફરક ના રોકડા રૂપીયા ૧૧,૧૩૦/- મળી કુલ્લે રૂપીયા સાથે પકડી પાડી કાયેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફિરોજખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી આં ઇસમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ

[wptube id="1252022"]
Back to top button