AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત સરકારે અદાણી કંપનીને 3900 કરોડ રૂપિયા વધુ ચૂકવી દીધા છે, આ ભ્રષ્ટાચારનો મામલો છે અને સરકાર અદાણી કંપનીને બચાવી રહી છે: સંજય સિંહ

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા તથા રાજ્યસભા સાંસદ સંજય સિંહે આજે ગુજરાતમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યકર્તા સંમેલનમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન બાદ સંજય સિંહ એ એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. મીડિયાના મિત્રો સમક્ષ રાજ્યસભા સાંસદ સંજય સિંહે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, મને એક ગંભીર મુદ્દા વિશે જાણકારી મળી છે કે ગુજરાત સરકારે અદાણી કંપનીને 3900 કરોડ રૂપિયા વધુ ચૂકવી દીધા છે. અને તર્ક આપ્યો છે કે મોંઘો કોલસો ખરીદવામાં આવ્યો છે. આનું કોઈ બિલ પણ આપવામાં નથી આવ્યું. ભારતની કોલ ઇન્ડિયા કંપની બે હજાર કે અઢી હજાર પ્રતિ ટન રૂપિયામાં જો કોલસો વેચી રહી છે, તો વિદેશથી કોલસો મંગાવાની જરૂરત કેમ પડી રહી છે? આમાં પૂર્ણ રૂપથી સાબિત થાય છે કે આ ભ્રષ્ટાચાર નો મામલો છે અને સરકાર અદાણી કંપનીને બચાવી રહી છે. હું પ્રધાનમંત્રી અને ભાજપને પૂછવા માગું છું કે તેઓ દેશ માટે કામ કરે છે કે પોતાના દોસ્તો માટે?

રાષ્ટ્રીય સુરક્ષાનો એક મામલો છે કે, ચીને પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીન વિસ્તારને ચીનનો વિસ્તાર ગણાવવામાં આવ્યો, એના ઉપર હજુ સુધી પ્રધાનમંત્રીજીએ કોઈપણ જવાબ નથી આપ્યો, એ એક શરમની વાત છે. હમણાં જ આતંકવાદી હુમલો થયો હતો, એમાં આપણા જવાન શહીદ થયા હતા. પરંતુ એના ઉપર પણ પ્રધાનમંત્રીજીએ કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. બ્રાઝિલના કોઈ ફૂટબોલરની ઇજા થાય તો પ્રધાનમંત્રી કી ટ્વીટ કરતા હોય છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં આપણા જવાન અને પોલીસના અધિકારી શહીદ થયા છે એના ઉપર પ્રધાનમંત્રીજીએ એક શબ્દ પણ બોલ્યા નથી. યુસીસી મુદ્દે પણ આદિવાસી સમાજના લોકો સાથે દગો થઈ રહ્યો છે. અમે સરકારને સ્પષ્ટપણે કહેવા માગીએ છીએ કે અમે કોઈ પણ સમાજના કોઈપણ અધિકાર તેમનાથી છીનવા નહીં દઈએ. ગુજરાતના લોકોએ અમને ૧૪ ટકા વોટ આપે છે તો ગુજરાતના લોકો માટે અમે સડક થી લઈને સંસદ સુધી સંઘર્ષ કરતા રહીશું અને લોકોને વાત અને લોકોના મુદ્દાઓને ઉઠાવતા રહીશું.

ઇન્ડિયા ગઠબંધનમાં કઈ પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે તેનો નિર્ણય ગઠબંધનની કમિટી કરશે. જ્યારે પણ આ નિર્ણય લેવામાં આવશે ત્યારે તેની જાણકારી આપવામાં આવશે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, વીજળીના નામે લોકો સાથે થઈ રહેલ લૂંટ અને સરકાર અમુક ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે તેવા મુદ્દાઓ ઉપર ઇન્ડિયા સંગઠન ચૂંટણી લડશે. આ મુદ્દાઓ પર ઇન્ડિયા સંગઠન ભાજપને હરાવવાનું કામ કરશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button