MORBIMORBI CITY / TALUKO

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વાર વિનામુલ્યે નેત્ર યજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વાર વિનામુલ્યે નેત્ર યજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા
પીપળીયા ચાર રસ્તા, કેપી ટેક નોન વુવન ઇન્ડિયા પ્રા.લી. ચાંચાવદરડા ખાતે વિનામુલ્યે નેત્ર યજ્ઞ તેમજ ઓર્થોપેડીક એટલેકે હાડકાના દુઃખાવા અને દરેક પ્રકારનાં રોગો ચેકઅપ અને સારવાર માટે એક મેગા કેમ્પને સત્યેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી લાભુ ગીરીબાપુનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલો મૂકતા બાપુએ કેમ્પ માં પધારેલ દરેક દરિદ્ર નારાયણનાં સુખાકારી માટે આશીર્વચન આપી કેમ્પનો શુભારંભ કરાવેલ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે નેત્ર યજ્ઞ તેમજ ઓર્થોપેડીક
કેમ્પમાં જરૂરિયાત વાળા 138 દરદીને તપાસતા નેત્ર યજ્ઞ માટે 47 વ્યક્તિને મોતિયા નાં ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા અને આ કેમ્પમાં આયુષ હોસ્પિટલ નાં ઓર્થો પેડિક સર્જન ડૉ. સૌરભ પટેલ દ્વારા 60 જેટલા વ્યક્તિને તપાસતા 10 વ્યક્તિને ઓર્થોપેડીક ની જુદી જુદી ટ્રીટમેન્ટ માટે મોરબી આયુષ હોસ્પિટલ માં મોકલવામાં આવેલ આ વીનામૂલ્યે કેમ્પનાં
દાતાશ્રી મોરબી સ્થિત લાયન ધનજીભાઈ
નાયકપરા, શ્રીમતી કાંતાબેન ધનજીભાઈ નાયકપરા, સિટી આર્ટ સિરામિક, આર્ય વિદ્યાલય , મારુતિ કોમ્પુટર ના આર્થિક સહયોગથી યોજવામાં આવેલ હતો

 


આ સેવા કેમ્પમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહી લાયન્સ કલબ ઓફ સિટી દ્વારા જરૂરિયાત વાળા પરિવાર ને હર હંમેશ સેવા પૂરી પાડવા માં સહભાગી એવા તમામ લાયન સભ્યો,તેમજ દાતાને ખૂબ ખુબ અભિનંદન પાઠવેલ
આ કેમ્પ ને સફળ બનાવવા લા.વિમલભાઈ વાછાણી,લા.નાનજીભાઈમોરડિયા,વાઘજીભાઇ તથા ગૌતમ ગીરી ગોસ્વામી લાયન રશ્મિકાબેન રૂપાલા હળવદથી ,,ઊર્મિલાબેન ગઢીયા, ગિરીશભાઈ સાધુ .
રતિભાઈ એરવાડીયા, લિયો કલબ ના પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા ,પ્રોજેક્ટ ચેરમેન લાયન પ્રાણજીવનભાઈ રંગપડિયા, લાયન ભીખાભાઇ લોરિયા, તેમજ લાયન્સ કલબ ઓફમોરબી સિટીના સેક્રેટરી લાયન કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા ટી સી. ફુલતરીયા હાજર રહેલ
પ્રમુખશ્રી લાયન જગદીશ ભાઈ કાવર દ્વારા દાતાઓનો લાયન્સ કલબ ઓફ મોરબી સિટી પરિવાર વતી આભાર વ્યકત કરવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button