WAKANER:વાંકાનેર શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીની આગેવાની હેઠળ અમરસિંહજી હાઈસ્કૂલ મેદાનમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

વાંકાનેર શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીની આગેવાની હેઠળ અમરસિંહજી હાઈસ્કૂલ મેદાનમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

વાંકાનેર શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીની આગેવાની હેઠળ અમરસિંહજી હાઈસ્કૂલ મેદાનમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 35 જેટલા નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા.ત્યારે આ સમૂહ લગ્ન ઉત્સવમાં રાજ્યસભાનાં સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા હસ્તે દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું.કરણી સેના રાષ્ટ્રિય સંયોજક પ્રવિણસિંહ ઝાલા,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા,બાર એસોશિયન પ્રમુખ અનિરૂદ્ધ ઝાલા તેમજ મોરબી જિલ્લા કરણી સેના ઉપ પ્રમુખ પ્રદ્યુમ્ન સિંહ વાળા હાજર રહ્યા હતા.કાળાસર જગ્યાના મહંત શ્રી વાલજી બાપુ,મહંત શ્રી વિરજી ભગત,મહંત શ્રી ખોડુંદાસ બાપુ તેમજ સેવા સમિતિ દાના ભાઈ ભેરડા તેમજ રમેશ ભાઈ રોજાસરા,કિશોરભાઈ વીંઝવાડિયા, હિતેશભાઈ (હોલમઢ) તેમજ સમગ્ર લગ્ન ઉત્સવના આયોજક અર્જુનસિંહ વાળા,કાનભાઈ ગોરીયા,અલ્પેશ ભાઈ ગોહિલ એ ભારે જહેમત ઉઠાવી હતી.









