
મોરબી તાલુકા પોલીસના અપહરણના ગુનાના ૪ માસથી ફરાર અપહરણકર્તાને મહેસાણા ખાતેથી AHTU પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
૪ મહિના પહેલા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદી પિતાએ આરોપી કાળુ ગોપાલભાઇ તાહેડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કાળુએ તેમની સગીર વયની દિકરીને રંગપર ગામની સીમ પાવડીયારી પાસેથી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ મામલે પોલીસે ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬ મુજબના ગુનો દાખલ કર્યો હતી. ત્યારે AHTU પોલીસના પોલીસકર્મી નંદલાલભાઇ વરમોરા તથા ભરતસિંહ ડાભીને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ફરિયાદીનો આરોપી કાળુભાઇ ગોપાલભાઇ તાહેડીયા હાલ મહેસાણા જિલ્લાના રાજપુર ગામ ખાતે ઝુંપડપટ્ટી હનુમાન ચોકડી પાસે વિહરી રહ્યો છે. જેથી AHTU પોલીસે મહેસાણા જિલ્લાના રાજપુર ગામ ખાતે આરોપી કાળુને હસ્તગત કર્યો હતો અને તેને મોરબી તાલુકા પોલીસને સોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





