GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રાજકોટ માં ગેમઝોન ની આગ દુર્ઘટનામાં પછી મોરબી તંત્ર એ કોઈ બોધપાઠ લીધો છે કે નહીં?

MORBI:રાજકોટ માં ગેમઝોન ની આગ દુર્ઘટનામાં પછી મોરબી તંત્ર એ કોઈ બોધપાઠ લીધો છે કે નહીં?

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
રાજકોટ માં ગેમઝોન માં આગ લાગી તે પછી તંત્ર દોડતું થયું છે. નામદાર હાઈકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે જેમાં નામદાર હાઈકોર્ટે ફીટકાર વરસાવતા જણાવ્યું છે કે હાલના આ પ્રશાસન અને વહીવટી તંત્ર પર જરા પણ વિશ્વાસ નથી. અને તેમની આ વાત સાથે અમો એક જાગૃત નાગરિક તરીકે તેમની વાત સાથે સો ટકા સહમત છીએ. મોરબી માં કેટલાંક વહીવટી તંત્ર નાં રાજસેવકો પોતાના હોદ્દા નો દુરુપયોગ કરીને કે ફરજમાં જાણી જોઈને ફરજ બેદરકારી દાખવી છે. આવા દુર્ઘટના બને તેવાં બાંધકામો નેં પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે હવે રાજકોટ માં ગેમઝોન માં આગ લાગી છે તેમાં થી બોધપાઠ લીધો છે કે કેમ તેવા સવાલો મોરબી નાં શહેરીજનો પુછી રહ્યા છે‌ મોરબીમાં પણ અગમચેતીના પગલાં લેવાશે કે કોઈ દુર્ઘટના બને પછી દોડશે? મોરબી માં એક સો મીટર લંબાઈ ની શેરી અને બાર મીટર પહોળી જેમાં બન્ને બાજુ ત્રણ ત્રણ ફુટ રવેશ બહાર કાઢી છે તેમાં થી ૨૫૦ જેટલા પરીવાર ના સભ્યો ને એકીસાથે ભાગવાનું થાય તો કેવી રીતે નીકળી શકે? દશ -દશ માળના એપાર્ટમેન્ટમાં નહીં કોઈ બાંધકામ ની મંજૂરી , નહીં રેરા કાયદા હેઠળ રજીસ્ટ્રેશન, નહીં કોમન જીડીસીઆર નો અમલ. જો આમાં ભુકંપ જેવી કુદરતી આફત અને આગ જેવી માનવસર્જિત આફત આવે તો પરીણામ શું આવી શકે છે? આવા એક પણ એપાર્ટમેન્ટમાં ફાયર ની એનઓસી નથી. આવી ઘટના બને તે પહેલાં અગમચેતીના પગલાં લેવા જોઈએ અને તપાસ કરવી જોઈએ. નહીંતર જે સમયે આવાં એપાર્ટમેન્ટ બન્યા છે તે સમયે જેમની જવાબદારી છે તેવા ફરજ બજાવતા હોય તેમની ફરજ બેદરકારી ગણીને કાર્યવાહી કરવી જોઈએ તેની સિધ્ધાંત અને સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ માંગણી કરી છે. તમોને એક વાત જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા રવાપર ગામમાં એક એપાર્ટમેન્ટ નમી ગયું હતું જે પાયા માંથી નમ્યુ હતું. તંત્ર અગડમ બગડમ કરીને રીપોર્ટ તૈયાર કર્યો અને હાલમાં આ એપાર્ટમેન્ટમાં લોકો રહેછે. ભુકંપ આવ્યો તે પછી એપાર્ટમેન્ટ જેવાં બાંધકામો કરવા માટે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીઝાઇન તૈયાર કરી તેનો અમલ કરવા જણાવ્યું છે. એક પણ જગ્યાએ આ સરકારી સુચના નો અમલ કરવામાં આવતો નથી તે હકીકત છે.

[wptube id="1252022"]
Back to top button