
MORBI:મોરબીના રવાપર રોડ ઉપર વૃક્ષ ધરાશયી થતા એક્ટિવા ચાલકને ઈજા
મોરબીમાં આજે સાંજના સમયે પવન પણ ફૂંકાયો હતો અને આ પવનના કારણે રવાપર રોડ પર આવેલી નીલકંઠ વિધાલય સામે લીમડાના વૃક્ષની તોતિંગ ડાળી તૂટી પડી હતી અને તે ડાળી રોડ પર એકટીવા લઈને જતા કેતનભાઈ નામના આધેડ પર પડી હતી જેથી તેઓને શરીરમાં ગંભીર ઇજા પહોચી હતી ઘટના બાદ આસપાસ પસાર થતા લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
[wptube id="1252022"]