MORBIMORBI CITY / TALUKO

મોરબીની મહેન્દ્રનગર શાળાના આચાર્ય મહાદેવભાઈ રંગપડીયાને નિવૃત્તિ વિદાયમાન અપાયું

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી મોરબીની મહેન્દ્રનગર શાળાના આચાર્ય મહાદેવભાઈ રંગપડીયાને નિવૃત્તિ વિદાયમાન અપાયું

મોરબી,માનવ જીવન જન્મ-મૃત્યુ, આરંભ-અંત તડકો-છાંયો, સુખ-દુઃખ પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરે દ્વંદોથી ભરેલું છે ત્યારે જેમને વર્ષો સુધી સર્વ શિક્ષા અભિયાન હેઠળ ટંકારા તાલુકાના બી.આર.સી. કો. ઓર્ડીનેટર તરીકે,સીઆરસી કો. ઓર્ડીનેટર તરીકે,શિક્ષક આચાર્ય તરીકે ફરજ બજાવી મહાદેવભાઈ રેવાભાઈ રંગપડીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા મહેન્દ્રનગર કન્યા શાળા તથા મહેન્દ્રનગર કુમાર શાળાના સ્ટાફ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવેલ…

 

આ પ્રસંગે મહેન્દ્રનગર કન્યાશાળાના આચાર્ય ભાવનાબેન ડારા કુમાર શાળાના આચાર્ય રેખાબેન શેરસીયા મહેન્દ્રનગર કન્યા શાળા ના સ્ટાફ ધર્મેન્દ્રભાઈ કાવઠીયા ત્રિભુવનભાઈ બાવરવા ભાવનાબેન અઘારા નવી પીપળી આચાર્ય કુંદનબેન ભોરણીયા તથા સી.આર.સી કોર્ડીનેટર હાજર રહેલ ઉપસ્થિત સૌ કોઈએ મહાદેવભાઈની શિક્ષણ જગતની લાંબી કારકિર્દીને બિરદાવતા જણાવ્યું હતું કે તેઓ એક સારા, સાચા, અને કર્મનિષ્ઠ શિક્ષક હતા,તેઓ એક સારા ગાયક અને બાળકોને અભિનય દ્વારા ગીત કાવ્ય ભણાવવામાં ખુબજ માહિર છે,તેઓએ અનેક તાલીમવર્ગોમાં શિક્ષકોને પોતાના અભિનય દ્વારા કાવ્ય,બાળગીત શીખવ્યા છે, નિવૃત્ત વખતે એમની પાસે 200 જેટલી હક રજા હતી છતાં પણ શાળામાં શિક્ષકની ઘટ હોય બાળકો અને શિક્ષણના હિત ખાતર તેઓએ રજા ભોગવી નહિ અને નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી કર્મને જ ધર્મ માની કાર્યરત રહ્યા નિવૃત્તિ પ્રસંગે એમના તરફથી મહેન્દ્રનગર કન્યા શાળાને પંખાની ભેટ આપેલ છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને સમાજહિતના કાર્યો કરવા માટે રૂપિયા પાંચ હજારનું અનુદાન આપેલ છે.

[wptube id="1252022"]
Back to top button