MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નાર્કોટિક્સના ગુનામાં છ મહિનાથી નાસતા ફરતા આરોપી એમપીથી ઝડપાયો 

MORBI:મોરબી નાર્કોટિક્સના ગુનામાં છ મહિનાથી નાસતા ફરતા આરોપી એમપીથી ઝડપાયો

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા વધુ એક નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો છે. જેમાં હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ નાર્કોટિક્સ ગુનામાં છેલ્લા છ મહીનાથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપી ભેરુલાલ ઉર્ફે ભેરવનાથ ગુજરને મધ્ય પ્રદેશ રાજયના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે આરોપીને પકડી લઇ હસ્તગત કરી હળવદ પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે.

મોરબી પેરોલ સ્ક્વોડ ટીમના એએસઆઈ રામભાઇ મંઢ, જયવંતસિંહ ગોહીલ, હેડ કોન્સે. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, એનડીપીએસના ગુનાનો આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ ગુજર(રાજસ્થાન)વાળો હાલ મધ્ય પ્રદેશ રાજયના ધાર જીલ્લાના કુક્ષી ખાતે આવેલ જયેશ કોટનમીલમાં ટ્રક ટ્રેઇલર લઇ માલ ભરવા આવેલ હોવાની ચોકકસ મળી હતી. જે બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની એક ટીમ બનાવી મધ્ય પ્રદેશ રાજયમાં તપાસ અર્થે પહોંચતા ઉપરોકત હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકીશન હજારીલાલ ગુજર ઉવ.૨૫ મૂળરહે.માતાજી કા ખેડા જવાસીયા ગામ તા.ગંગસર જી.ચિતોડગઢ (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી હળવદ પો.સ્ટે. ખાતે લાવી ઉપરોકત નોંધાયેલ ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી અર્થે
હળવદ પોલીસ મથકમાં સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button