GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી:લૂંટ-ધાડ અને લોકઅપમાંથી નાસી છૂટેલ આરોપીને એમપીથી ઝડપાયો

મોરબી:લૂંટ-ધાડ અને લોકઅપમાંથી નાસી છૂટેલ આરોપીને એમપીથી ઝડપી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં તથા ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુન્હામાં એમ કુલ -૩ ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતેથી પકડી હસ્તગત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પાડતી

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના ASI ચંન્દ્રકાંતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ટંકારા પો.સ્ટે. અને માળીયા મીંયાણા પો.સ્ટે. ના લૂંટ-ધાડના ગુન્હાનો આરોપી નારજી કાનજી ડીંડોર હાલ મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતે હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ એક ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલવામાં આવી હતી.ઉપરોકત ટીમ દ્રારા મળેલ હકીકત મુજબની જગ્યાએ તપાસ કરતા લૂંટ-ધાડના ગુન્હાનો આરોપી નારજી કાનજી ડીંડોર ઉવ.૪૪ રહે. માદલકા કદવાલી ફળીયુ તા.થાંદલા જી.જાબુંઆ (એમ.પી.) મંદસૌર કંબલકેન્દ્ર રોડ નયાઅબાદી વિસ્તારમાંથી મળી આવતા તેને પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

[wptube id="1252022"]
Back to top button