GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:વસુંધરા હોટલ પાસે ટ્રક પાર્કિંગના સંબંધમાં ઘાતક હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવાના ગુનામાં 13 વર્ષે ધરપકડ કરાયેલ આરોપી જામીન મુક્ત

MORBI:વસુંધરા હોટલ પાસે ટ્રક પાર્કિંગના સંબંધમાં ઘાતક હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવાના ગુનામાં 13 વર્ષે ધરપકડ કરાયેલ આરોપી જામીન મુક્ત

આ કામની ફરીયાદ એવી છે કે, આ કામના ફરીયાદીએ આરોપી નં.૧ ને તેની ટ્રક સાઈડમાં પાર્ક કરવાનું કહેતાં આરોપી નં.૧ ઉશ્કેરાઇ જઈ અને ફરિયાદીને ગાળો બોલતાં ફરિયાદીના ભાઈ / ઈજા પામનારએ આરોપી નં. ૧ ને ગાળો બોલવા ની ના કહેતા આરોપી નં.૧ ના એ ઇજા પામનાર સાહેદને બે થપાટ મારી પોતાના ટ્રક માથી કાઢવા જતા તેને માથામાં કાંઈક વાગતા માથામાંથી લોહી નિકળતા તેનો ખાર રાખી. આરોપી નં. ૨ નાએ લોખંડના પાઈપ વતી ઈજા પામનાર સાહેદને માથા મા ફેકચર કરી ગંભીર ઈજા કરી. અને આરોપી નં. ૩ રાજેન્દ્ર બિશ્નોઇએ ઇજા પામનાર સાહેદને લોખંડના પાઈપથી ખંભાના ભાગે ગંભીર ઈજા કરી ગુનો કર્યા બાબતની ભારતીય દંડ સહીંતાની કલમ ૩૨૫, ૩૨૬ વિગેરે હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હાલમાં આ કેસમાં પોલીસ દ્વારા આરોપી નં.3 રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્નોઈનાઓની ધરપકડ કરવામાં આવતા આ આરોપીએ મોરબીના વકીલ શ્રી જે.ડી.સોલંકી મારફત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરેલ. આ જામીન અરજીની કામગીરીમાં બંને પક્ષોની તમામ દલીલોને અંતે નામ. જિલ્લા અદાલતે આરોપીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button