
રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપી ઝડપાયો
રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ઇસમ ત્રણ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર થયો હોય જેને મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ ગુમ થનાર રીધ્ધીબેન ભરતભાઈ દોશીની તપાસમાં હોય અને યુવતી જામનગર સીકા હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ કરી હતી જ્યાં ગુમ થયેલ યુવતી મળી આવી ના હતી પરંતુ એક આરોપી ચિરાગ ઉર્ફે ચીનો મનોજભાઈ પરમાર મળી આવ્યો હતો જે આરોપી અંગે પોકેટ કોપથી સર્ચ કરતા આરોપી રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય જેને ત્રણ વર્ષ પૂર્વે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદથી વચગાળાના ૨૧ દિવસના જામીન મળ્યા બાદ જેલમાં હાજર થયો ના હતો અને ફરાર થયો હોય જે આરોપી ચિરાગ ઉર્ફે ચીનો મનોજભાઈ પરમાર રહે રાજકોટ ભગવતીપરા શેરી નં ૦૩
વાળાને ઝડપી લઈને રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે








