GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના સુસવા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર અને બાઈક સાથે અકસ્માત

હળવદના સુસવા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર અને બાઈક સાથે અકસ્માત

 


મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પાયલબેન રાજેશભાઈ હમીરપરા (ઉ.વ.૧૯) એ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – જીજે -૧૩-સી.એ.-૯૮૫૬ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા સાહેદ હળવદ થી માળીયા જતા હાઇવે રોડ ઉપર પોતાના ભાઇનુ મોટરસાયકલ નં – GJ-36-AQ-2585 વાળુ લઇને જતા હતા ત્યારે સુસવાવ ગામના પાટીયાથી આગળ ડીવાઇન બોર્ડ પ્રા. લીમીટેડ કારખાનાની સામે પહોચતા ટ્રેકટર રજીસ્ટર નંબર – જીજે-૧૩-સી એ -૯૮૫૬-ના ચાલકે પોતાના કબ્જા વાળુ ટ્રેકટર પૂરઝડપે અને બેફામ રીતે બેદરકારીથી રોંગ સાઇડમા રોડ ઉપર ચલાવી મોટરસાયકલ સાથે ભટકાડી ફરીયાદી તથા પ્રકાશભાઇ ચંદુભાઇને ગંભીર ઇજા કરી તથા હેતલબેનને ગંભીર ઇજા કરી મોત નીપજાવી સ્થળ પર પોતાનુ વાહન મુકી આરોપી નાશી ગયો હતો. આ બનાવ અંગે પાયલબેને આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ), તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button