JUNAGADH CITY / TALUKO

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નં.૮ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : મહાનગર પાલિકા દ્વારા જન હિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જન જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ વોર્ડ નં ૮ ના નરસિંહ વિદ્યા મંદિર, ગ્રાઉન્ડ તથા સુખનાથ ચોક ખાતે યોજાયો હતો.
જેમાં રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા કુમ કુમ તિલકથી કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભવોનું પ્રાથમિક શાળાઓની બાળાઓ દ્વારા કુમ કુંમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. તેમજ મિલેટ્સ દ્વારા મહાનુભવોનું અભિવાદન કરવામાં આવ્યું.તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સવાઁગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. ત્યાર બાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેજ પરથી સરકારની પી.એમ.સ્વનિધિ.ઉજ્જ્વલા,પી.એમ.વિશ્વકર્મા,પી.એમ.ઉજ્જવલા, પી.એમ.મુદ્રાલોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા-સ્ટેન્ડઅપ ઇન્ડિયા, પી.એમ. આવાસ યોજના (અર્બન), આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા.ત્યાર બાદ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓને શબ્દોરૂપે રજુ કરી હતી.
ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સરકારની યોજનાઓના સ્ટોલની મુલાકાત લેવામાં આવી. આ તકે કોર્પોરેટર રજાકભાઈ હાલા, નોડલ અધિકારી બી.એચ.ગામીત, અર્બન ટાઉન પ્લાનર ધર્મેશ સોલંકી, નાયબ મામલતદાર પારૂલબેન સાંગાણી, ભરતભાઈ મુરબીયા અગ્રણી અસરફ ભાઈ થઇમ, કાદરી બાપુ, વોર્ડ પ્રભારી કરસનભાઈ ભારાઇ, તેમજ અધિકારીઓ/કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button