RAJKOTUPLETA

ભાયાવદરના એચ.એલ.પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ N।.S.S યુનિટની વાર્ષિક શિબિર સ્પેશિયલ કેમ્પ

૯ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ઉપલેટા તાલુકાના રબારીકા ગામમાં તારીખ ૦૬/૦૨/૨૦૨૩ થી ૧૨/૦૨/૨૦૨૩ સુધી યોજવામાં આવી જેમાં કોલેજના ૫૦ જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધેલ. આ શિબિરના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના N।.S.S કોઓર્ડીનેટર શ્રી ડૉ. એન કે ડોબરીયા તથા કોલેજ સંચાલક મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ માકડીયા તેમજ સંચાલક મંડળના તમામ સભ્યો તથા પ્રિન્સિપાલ ડો.એમ.ડી.સવસાણી તથા રબારીકા ગામના પટેલ સમાજના પ્રમુખશ્રી રસિકભાઈ ઝાલાવાડીયા અને રબારીકા ગામના વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ તથા સામાજિક આગેવાનો તેમજ રબારીકા ગામના સરપંચ તથા ઉપસરપંચ અને સભ્યો તથા પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કોલેજના તમામ સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
N।.S.S ની આ ખાસ શિબિરમાં ગ્રામ સફાઈ, સૂત્રલેખન ,પ્રભાતફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમ ,શેરી નાટકો, આરોગ્ય અંગેની જાણકારી, મેડિકલ કેમ્પ તેમજ ચશ્મા શિબિર જેવા અનેકવિધ કાર્યક્રમ આ દિવસો દરમિયાન કરવામાં આવ્યા હતા. આ શિબિરનું સમગ્ર સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રો.જી. કે.પલાસ સાહેબે કરેલ હતું.

[wptube id="1252022"]
Back to top button