MORBI:મોરબીનાં નગર દરવાજા ચોક નજીકથી ભેળસેળયુક્ત ઘી નો ૫૦ કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો!

MORBI:મોરબીનાં નગર દરવાજા ચોક નજીકથી ભેળસેળયુક્ત ઘી નો ૫૦ કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી માં મોટાભાગે ભેળસેળ યુક્ત ખોરાક કે ખાદ્ય સામગ્રી જોવા મળે છે પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નું લશ્કર ક્યાં લડે છે? તે તો તે તંત્ર જ જણાવી શકે છે. પરંતુ કોઈ જાગૃત નાગરિક આ બાબતે ધ્યાન દોરે તો તરત જ તંત્ર દોડતું થાય છે અને તેવી એક ઘટના સામે આવી છે.
જેમાં મોરબી ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાગૃત નાગરિક દ્વારા બાતમી આપવામાં આવી કે મોરબીનાં નગર દરવાજા ચોક પાસે આવેલ એક વેપારી ભેળસેળ યુક્ત ઘી નું વેચાણ કરી રહ્યા છે ત્યારે આ બાતમીના આધારે ત્યાં ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં થી ખોરાક અને ઔષધ નીયમન તંત્ર મોરબી દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત જેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત ત્યાં હાજર ૫૦ કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
મોરબી નાં એક જાગૃત નાગરિક ગ્રાહક દ્વારા હલકી ગુણવત્તાનું ઘી વેંચાતુ હોય તેવી આપવામાં આવેલ બાતમીના આધારે, ખોરાક અને ઔષધ નીયમન તંત્ર, મોરબી દ્વારા મે. પાયલ સીંગ સેન્ટર, નગર દરવાજા મુખ્ય બજારમાં મોરબી અને આબીદ એચ. અંદાણી, નગર દરવાજા ચોક મેઈન બજાર, મોરબીની આજે તારીખ ૧૨/૦૪/૨૦૨૪ ના રોજ તપાસ હાથ ધરેલી હતી અને તપાસ દરમ્યાન ઉપરોક્ત બન્ને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવેલ હતા. અને નમુના લીધા બાદ બાકી વધેલ કુલ ૫૦ કીલો જેટલો શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. અને લીધેલ નમુના પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે, પરીણામ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ નાં અધિકારીએ જણાવ્યું હતું.








