MORBIMORBI CITY / TALUKO

મોરબી -પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મોરબી -પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

પરશુરામ ધામ મોરબી ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે ખાતમુહૂર્ત જિલ્લા કલેકટર જી ટી પંડ્યા રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ધીમંત વ્યાસ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મોરબી મામલતદાર નિખિલભાઇ મહેતા, રાજકોટ બ્રહ્મ અગ્રણી જીતુભાઈ મહેતા, કચ્છ બ્રહ્મગ્રણી એડવોકેટ એચ. એલ. અજાણી હસુભાઈ પંડ્યા તેમજ બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલ ભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, અતુલભાઇ જોશી એ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી એ કરેલું હતું

[wptube id="1252022"]
Back to top button