ભણશે ગુજરાતની વાતો વચ્ચે હળવદના ઇસનપુર ગામની સરકારી શાળાની પરિસ્થિતિ જુઓ સાહેબ !

સારી સરકારી શાળા કયારે..?હળવદ ના જૂના ઇસનપુર ગામે ની સરકારી શાળા ની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ …
ભણશે ગુજરાતની વાતો વચ્ચે હળવદના ઇસનપુર ગામની સરકારી શાળાની પરિસ્થિતિ જુઓ સાહેબ !
હળવદ ધાંગધ્રા વિધાનસભામાં લોકોએ ભાજપની સીટ આપી પણ ધારાસભ્ય ક્યારેક કથળતી નિશાળોની મુલાકાત લઇ યોગ્ય કામગીરી તો કરાવો- વિપુલ રબારી
વિશાલ જયસ્વાલ હળવદ

સારી સરકારી શાળા ક્યારે ? મોરબી જિલ્લા ના હળવદ તાલુકાના જૂના ઇસનપુર ગામ ની સરકારી શાળા ની મુલાકાત આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ એ લીધી હતી જેમાં નિશાળ ની અંદર ૧ થી ૮ ધોરણ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સ્કૂલ નું બિલ્ડિંગ ઘણા સમય થી પાડી દેવામાં આવ્યું છે અને હજુ સુધી આ બિલ્ડિંગ ક્યારે બનશે એ પણ નક્કી નથી અત્યારે બાળકો એક ક્લાસ રૂમ માં બે બે ધોરણ ના વિદ્યાર્થીઓ એક સાથે બેશી ને અને બે પાળી માં અભ્યાસ કરવો પડે છે.સાથે સાથે ત્યાં ની આંગળવાડી ની આસ પાસ માં ખુબ ગંદકી જોવા મળે છે,એ ગંદકી પણ નાના બાળકો નાં જીવ ને જોખમી રૂપ છે.

કહેવાનો મતલબ કે આ સરકારી સ્કૂલ ક્યારે બનશે? અને બાળકો ને સારી નિશાળ ક્યારે સ્વચ્છ આંગળવાડી કયારે મળશે?

આજે આમ આદમી પાર્ટી હળવદ ના કાર્યકર્તા વિપુલ રબારી, કમલેશભાઈ દઢાણીયા ,ભરતભાઈ મકવાણા એ જૂના ઇસનપુર ગામ ની મુલાકાત લીધી અને ત્યાં ની સરકારી નિશાળ અને આંગણવાળી ની મુલાકાત લીધી હતી ત્યાં ના સ્થાનિક આગેવાનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ગામ ની અંદર સ્મશાન પણ આજ દિન સુધી બનાવવા માં નથી આવ્યું.જો કોઈ પણ નું મૃત્યુ થાય તો ગામ ની નદી માં ખુલ્લા માં સ્મશાન ની વિધિ કરવી પડે છે અને જો વરસાદ ચાલુ હોઈ તો સ્મશાન વિધિ કરવા માં ખુબ મુશ્કેલી પડે છે.

ભાજપ સરકાર તાયફાઓ તો રોજ નવા કરે છે પણ આ ગામ લોકો ની મુશ્કેલી ઓ ક્યારે દૂર કરશે..આ ચોમાસાની ઋતુ દરમિયાન ગંદકીથી રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર તે પણ પ્રશ્ન હાલ છે ત્યારે વધુમાં આપણી સાથે વાત કરતા પ્રદેશ યુથ જોઈન્ટ સેક્રેટરી તેમજ હળવદના આપ ના શહેર પ્રમુખ વિપુલ રબારી એ જણાવ્યું હતું કે સરકાર મોટી મોટી વાતો કરે છે ભણશે ગુજરાત પરંતુ આ ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ ને ભણવું તો છે પરંતુ તંત્ર કોઈ નવી શાળા બનાવે ત્યારે વ્યવસ્થિત ભણશે ને વધુમાં જણાવ્યું હતું કે 64 હળવદ ધાંગધ્રા વિધાનસભા ના લોકોએ મત આપી ભાજપના ધારાસભ્ય ચૂંટી લાવ્યા પરંતુ આ ધારાસભ્યએ આવા ગામડાઓની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે શાળાનું કામકાજ પણ થાય અને વિદ્યાર્થીઓને સવલત મળી રહે તેવી કામગીરી કરવી જરૂરી બની છે









